First Iphone Auction: પહેલાં એપલ આઈફોનની થઈ હરાજી, જાણો કેટલાંમાં વેચાયો અનઓપન્ડ આઈફોન

iPhone 1ની અનઓપન્ડ પ્રાઈસ- સમગ્ર દુનિયામાં મોટી સંખ્યામાં લોકો એપલ પ્રોડક્ટ્સના દિવાના છે. તેમાં પણ ખાસ કરીને એપલ આઈફોનમાં લોકોને ક્રેઝ સૌથી વધુ છે. હાલમાં એપલનો અનઓપન્ડ અને સિલપેક iPhone 1ને હરાજી માટે મુક્યો હતો. આ ફોનની કેટલા રૂપિયામાં હરાજી થઈ આવો જાણીએ. 

First Iphone Auction: પહેલાં એપલ આઈફોનની થઈ હરાજી, જાણો કેટલાંમાં વેચાયો અનઓપન્ડ આઈફોન

નવી દિલ્હીઃ આપણો સૌ જાણીએ છીએ કે દુનિયામાં એપલ કંપની સૌથી પ્રીમિયમ અને લક્ઝરિયસ સ્માર્ટફોન બનાવે છે. દુનિયાના સૌથી પહેલા આઈફોનથી લઈ અત્યારના આઈફોન 13 સીરિઝ એકદમ લોકપ્રિય છે. હાલમાં કંપનીએ એપલ આઈપોડનું મેનુફેક્ચરિંગ બંધ કરતા લોકો નિરાશ થયા હતા. કંપનીએ હાલમાં પોતાના આઈફોન 1ને હરાજી માટે મુક્યો. આ આઈફોન આટલો ખાસ શું કામ છે આવો જાણીએ. આઇફોન અને આઇપેડની કિંમતનો દરેકને ખ્યાલ છે. જો તમારે પ્રથમ iPhone એટલે કે iPhone 1ની કિંમત નક્કી કરવી હોય તો તમે શું કરશો? આ નક્કી કરવાનો સૌથી સહેલો રસ્તો હરાજી છે. અમેરિકામાં એક ફુલી સિલ્ડ બોક્સમાં iPhone 1ની હરાજી કરવામાં આવી. આ ડિવાઈસ 35,414 US ડોલર એટલે કે  28 લાખ રૂપિયાની કિંમતમાં વેચાયો. 

તે જ સમયે, પ્રથમ જનરેશનના iPod જે વર્ષ 2001માં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે 25,000 ડોલર એટલે કે 20 લાખ રૂપિયામાં હરાજીમાં વેચવામાં આવ્યું. RR ઓક્શન દ્વારા સંપૂર્ણ પેક્ડ આઈફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો પ્રથમ જનરેશનના આ દુર્લભ આઈફોનની કિંમત લાખો ડોલરમાં હોઈ શકે છે, પરંતુ હરાજીમાં તે માત્ર થોડા લાખમાં જ વેચાયો હતો. લેટેસ્ટ હરાજીમાં પેક્ડ આઇફોન સાથે ઘણી બધી વસ્તુઓ સામેલ હતી. 

પહેલા આઈફોનની કિંમત કેટલી હતી?
હરાજીમાં Apple 1નું સર્કિટ બોર્ડ પણ દર્શાવવામાં આવ્યું હતું, જેને Appleના સહ-સ્થાપક સ્ટીફન વોઝનિયાક(Stephen Wozniak)એ પોતે ડિઝાઇન કર્યું હતું. તેને હરાજીમાં $6,77,196 (લગભગ 5.41 કરોડ રૂપિયા) મળ્યા છે. પ્રથમ iPhone 2MP કેમેરા અને વિઝ્યુઅલ વૉઇસમેઇલ ક્ષમતા સાથે આવતો હતો. 

આઈફોન 1ને જૂન 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે 4GB વેરિઅન્ટની કિંમત $499 અને 8GB વેરિઅન્ટની કિંમત $599 હતી. ભલે કિંમતના હિસાબે હરાજી કરાયેલા આ iPhoneએ કોઈ મોટો રેકોર્ડ તો નથી બનાવ્યો, પરંતુ તે પોતાના પ્રકારની એક દુર્લભ ડિવાઈસ છે.

લાખોમાં થાય છે હરાજી-
સિલપેક અને અનઓપન્ડ ગેજેટ્સ આખી દુનિયામાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, પરંતુ તેનું બહુ મૂલ્ય મળ્યું નથી. અગાઉ, નિન્ટેન્ડોની સૌથી વધુ વેચાતી વીડિયો ગેમ સુપર મારિયો 64નું અનઓપન્ડ વર્ઝન $15.6 મિલિયનમાં વેચાયું હતું. સુપર મારિયો 64 એ વિશ્વની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ્સમાંથી એક છે. તાજેતરમાં હરાજી કરવામાં આવેલા આઇફોન પણ સમાન છે. આ ડિવાઈસ પોતે જ ટેક્નોલોજી ક્ષેત્રે એક લેન્ડમાર્ક છે, જ્યાંથી સ્માર્ટફોનની વાસ્તવિક શરૂઆત થઈ છે. વર્ષ 2007માં લૉન્ચ થયેલો iPhone 8GB સુધીની સ્ટોરેજ, MP3 પ્લેયર, વેબ બ્રાઉઝર અને અન્ય ઘણા વિકલ્પો આપે છે. આ તમામ ફીચર્સ તે સમયના હિસાબે એકદમ હાઈટેક હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news